મુંબઈ : બોલિવૂડનો કિંગ ખાન ઘણા લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. છેલ્લા એક વર્ષથી તેની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી. તે છેલ્લે આનંદ એલ રોય નિર્દેશિત ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યો હતો. ઝીરોને બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પછાડ મળ્યો હતો. તે ફિલ્મ પછી શાહરૂખ ખાને મોટા પડદાથી અંતર બનાવ્યું હતું. પરંતુ હવે શાહરૂખ ખાનના ચાહકો માટે ખુબ સારા સમાચાર છે.
અહેવાલો અનુસાર શાહરૂખ ખાન ડિરેક્ટર રાજ નિદિમોરુ અને ક્રિષ્ના ડી.કે. સાથે એક ફિલ્મ કરી શકે છે. આ ફિલ્મ અંગે ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી હતી. રિપોર્ટ અનુસાર શાહરૂખ ખાને આ ફિલ્મની સ્ક્રિપ્ટ જોતાની સાથે જ આ પ્રોજેક્ટમાં જોડાવા માટે હા કહી દીધી હતી. શાહરૂખ આ ફિલ્મ કરવા માટે ખૂબ ઉત્સાહિત હોવાનું કહેવાય છે. જો બધું યોજના પ્રમાણે ચાલે તો આ વર્ષે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકાય છે.
તમને જણાવી દઈએ કે, રાજ નિદિમોરુ અને કૃષ્ણા ડી કે ‘શોર ઈન ધ સીટી’ જેવી ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. હવે તેનું બોલિવૂડના કિંગ સાથે જોડાણ થવાથી ચાહકોમાં ગણગણાટ વધી ગયો છે.