નવી દ ઇલાહી : ન્યુઝીલેન્ડે 11 ફેબ્રુઆરીએ રમાયેલી ત્રીજી વનડેમાં ભારતીય ટીમને પાંચ વિકેટથી હરાવીને સિરીઝ 3-0થી જીતી લીધી હતી, ત્યારે વન ડે સિરીઝમાં ભારતને છેલ્લા 31 વર્ષમાં પહેલી વખત ‘વ્હાઇટ વોશ’નો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમને છેલ્લે 1989 માં વેસ્ટ ઇન્ડીઝ સામે 5-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતના સાત વિકેટે 296 રનના જવાબમાં ન્યુઝીલેન્ડે 47.1 ઓવરમાં પાંચ વિકેટે 300 રન બનાવ્યા હતા. 31 વર્ષ પછી ત્રણ અથવા વધુ મેચની સિરીઝ (જ્યારે સિરીઝની તમામ મેચ રમવામાં આવી હતી)માં ભારતને વ્હાઇટ વોશનો સામનો કરવો પડ્યો છે.
વનડે સિરીઝ (3+ મેચ)માં ક્યારે – ક્યારે ટીમ ઇન્ડિયાનો થયો સફાયો
0-5 વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, 1983/84
0-5 વિ વેસ્ટ ઈન્ડિઝ, 1988/89
0-3 વિ ન્યૂઝિલેન્ડ, 2019/20
(સાઉથ આફ્રિકાએ 2006/07માં 0-4થી ચોક્કસ સફાયો કર્યો હતો. પરંતુ તે વનડે સિરીઝની એક મેચ રદ થઇ ગઈ હતી.)