મુંબઈ : ડબ્લ્યુડબ્લ્યુઇ રેસલર જ્હોન સીના બિગ બોસ 13 ના સ્પર્ધક આસીમ રિયાઝને સપોર્ટ આપી રહ્યો છે. જ્હોન સીનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આસિમનો ફોટો બે વાર શેર કર્યો છે. હિમાંશી ખુરાના આંતરરાષ્ટ્રીય સ્ટારના આસીમને સપોર્ટને લઈને ખૂબ જ ખુશ છે અને તેને આસીમ પર ગર્વ છે.
તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં હિમાંશીએ કહ્યું હતું કે, જ્હોન સીનાના આસિમને સપોર્ટ આપવો એ ઘરના સભ્યોના ચહેરા પર થપ્પડ છે. હિમાંશીએ કહ્યું- મને યાદ છે કે પરિવારના કેટલાક સભ્યો આસીમને ચીડવતા હતા કે, તેઓ જ્હોન સીના બનવાનો પ્રયત્ન કરે છે. હવે જ્યારે તે લોકો બહાર આવશે અને જોશે કે જ્હોન સીના ખુદ આસીમને સપોર્ટ આપી રહ્યો છે અને તેણે આસીમની તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે, તો તેના ચહેરા પર થપ્પડ પડશે.