મુંબઈ : બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને કેટરિના કૈફ ટૂંક સમયમાં ફિલ્મ સૂર્યવંશીમાં સાથે કામ કરતા જોવા મળશે. આ ફિલ્મ રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની ચોથી ફિલ્મ હશે. ફિલ્મમાં અક્ષય કુમાર એટીએસ ચીફના રોલમાં જોવા મળશે અને કેટરિના કૈફ મહિલા લીડ રોલમાં હશે. ફિલ્મના શૂટિંગ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં અક્ષય અને કેટરિના બાઇક ચલાવતા નજરે પડે છે.
આ વીડિયો ઘણા ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે અને જેમાં અક્ષય કુમાર અને કેટરિના કૈફ સ્પોર્ટ્સ બાઇક પર સવાર જોવા મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અક્ષય કેટરીનાનો આ સિક્વન્સ ફિલ્મના ગીત ‘ના જા’માં બતાવવામાં આવશે. પાવ ધારિયાના આ ટ્રેકને ફિલ્મમાં સમાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રોહિત શેટ્ટીએ ફિલ્મની મેકિંગ દરમિયાનના ઘણા વિડીયો ટ્વિટર પર શેર કર્યા છે.
Aag hi Aag ???? pic.twitter.com/e4130KyN7Y
— AKSHAY DHONIˢᵒᵒʳʸᵃᵛᵃⁿˢʰⁱ (@AkkiDhoni_) February 11, 2020