નવી દિલ્હી: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ટ્વિટર પર દિગ્ગજ ગાયકો લતા મંગેશકર અને આશા ભોંસલેના બાળપણની તસવીર શેર કરી છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરમાં લતા અને આશા ફ્રોક અને સ્કર્ટ-બ્લાઉઝમાં જોવા મળી રહ્યા છે. લતા મંગેશકરે આજે સવારે ટ્વિટ કરીને તેમના આધ્યાત્મિક ગુરુ પંડિત જમ્મુ મહારાજ અને દિવંગત કવિ નરેન્દ્ર શર્માને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
લતા મંગેશકરના આ ટ્વીટના જવાબમાં બિગ બીએ બંને દિગ્ગ્જ બહેનોની આ જૂની તસવીર શેર કરી હતી, જેમાં કેપ્શનમાં લખ્યું હતું કે, “લતા જી અને આશા જીનું બાળપણની તસવીર. આજે લતાજીની ટ્વિટમાં વાંચો તેને તેના ગુરુઓને કેવી રીતે યાદ કર્યા અને અચાનક જ મને આ તસવીર મળી ગઈ. ટેલિપેથી! ”
T 3438 – लता जी , और आशा जी के बचपन का चित्र !
आज लता जी के Tweet में पढ़ा कैसे उन्होंने अपने गरुओं को याद किया , और अचानक ये चित्र मुझे मिल गया ! telepathy !! pic.twitter.com/8YLcIPjHRR
— Amitabh Bachchan (@SrBachchan) February 11, 2020
આ અંગે ટિપ્પણી કરતાં તેમના એક પ્રશંસકે લખ્યું, “ઓલ્ડ ઇઝ ગોલ્ડ સર.” એકએ લખ્યું, “તમે અમારા બધા માટે પ્રેરણા છો.”