Significance of Pomegranate: ધન અને ઊર્જા વધારતું દાડમ
Significance of Pomegranate: બધા ફળોમાં, દાડમ સ્વાસ્થ્ય તેમજ ધાર્મિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. જ્યોતિષ શાસ્ત્રમાં તે નવ ગ્રહોનું સંતુલન કરે છે તેવું કહેવાય છે.
દાડમનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ
- બધા ફળોમાં દાડમનો સ્વાદ અને તેનાથી મળનારા ફાયદા અતિ વિશિષ્ટ છે. હિંદૂ ધર્મમાં આ ફળને ખુબજ શુભ માનવામાં આવે છે અને તે સુખ, સમૃદ્ધિ અને ઊર્જાનું પ્રતીક છે.
- માતા લક્ષ્મી અને દેવી દુર્ગાને વિશેષ કરીને દાડમનું પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. કોઈ પણ પૂજામાં દાડમનું મહત્વ ખૂબ ઊંચું છે.
- દાડમના લાલ દાણાં મંગળ ગ્રહ સાથે સંકળાયેલા છે. તેનો સેવન નકારાત્મક ઊર્જા દૂર કરીને શરીર ને સ્વસ્થ બનાવે છે અને ગ્રહદોષોને શાંત કરે છે.
- દાડમ ગ્રહ શાંતિ અને વાસ્તુ દોષ દૂર કરવામાં સહાયક છે, જેનાથી ઘરમાં સકારાત્મક અને શાંતિપૂર્ણ વાતાવરણ રહે છે.
- શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દાડમ અર્પણ કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે. આ પ્રથા શિવજીની શક્તિ વધારવા માટે ઉપયોગી છે.
- દાડમ નવ ગ્રહોનું સંતુલન જાળવવામાં મદદરૂપ છે અને તે તન, મન અને આત્માની આધ્યાત્મિક ઉન્નતિ માટે અનિવાર્ય ફળ છે.