નવી દિલ્હી : વિકી કૌશલ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘ભૂત પાર્ટ 1: ધ હન્ટેડ શિપ’ ખૂબ જ ધૂમ મચાવી રહી છે. ફિલ્મનું પહેલું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ એક રોમેન્ટિક ગીત છે. જેમાં પ્રેમ-પીડાની રોલર કોસ્ટર સવારી છે.
જણાવી દઈએ કે આ ગીત અખિલ સચદેવા, મનાશીલ ગુજરાલે ગાયું છે. અખિલ સચદેવાએ તેના શબ્દો લખ્યા છે. સંગીત પણ અખિલ સચદેવાનું છે.
ગીતમાં વિકી કૌશલ અને ભૂમિ પેડનેકરનો રોમાંસ જોવા મળી રહ્યો છે. ઉપરાંત, તે પણ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે બંને કુટુંબની શરૂઆત કરે છે અને તેઓ પ્રેમ-રોમાંસ કરે છે. ગીતમાં બંનેની એક પુત્રી પણ બતાવવામાં આવી છે. રોમાંસથી ભરેલા ગીતના અંત સુધીમાં, એક પીડા રજૂ કરવામાં આવી છે.