નવી દિલ્હી: મોબાઇલ અને ગેજેટ્સના પ્રેમીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. સ્પેનના બાર્સિલોનામાં વર્લ્ડ મોબાઈલ કોંગ્રેસ રદ કરવામાં આવી છે. આ પરિષદને મોબાઇલ ફોન અને ગેજેટ્સ પ્રેમીઓનો મહાકુંભ પણ કહેવામાં આવે છે. 24-27 ફેબ્રુઆરી દરમિયાન બાર્સિલોનામાં આ પરિષદ યોજાવાની હતી.
આ કાર્યક્રમોનું આયોજન રદ કરવાનું આ છે કારણ
આયોજકોએ કહ્યું છે કે, કોરોના વાયરસ ચેપ સમગ્ર વિશ્વમાં ચરમસીમાએ છે. ઉપરાંત, આને રોકવા માટે કોઈ નક્કર પગલા પણ ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશ્વની સૌથી મોટી મોબાઇલ કોન્ફરન્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખુદ સ્પેનિશ સરકારે આરોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં અસમર્થતા વ્યક્ત કરી છે.