મુંબઈ : ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબી અને શલભ દાંગ લગ્નના બંધનમાં બંધાયા છે. તેમના લગ્નની ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણી ચર્ચા છે. ટીવી ઇન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ આ લગ્નનો ભાગ બન્યા હતા. લગ્ન પછી કામ્યા અને શલભ હવે પોતાની અંગત જિંદગી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કામ્યાએ કિસ ડે પર શલભ સાથે લિપલોક કરતી હોય તે તસવીર શેર કરી છે.
કામ્યા પંજાબીનો પતિ શલભ દિલ્હી સ્થિત આરોગ્ય સંભાળ નિષ્ણાત છે. કામ્યા પંજાબીએ તસવીર શેર કરીને ખુશી વ્યક્ત કરી છે. કિસ ડેની ઉજવણી કરતી કમ્યા પંજાબીએ શલભ દાંગને કિસ કરતી વખતે એક તસવીર શેર કરી છે. તસવીર શેર કરતી વખતે કામ્યા પંજાબીએ લખ્યું, ‘પાર્ટીની આ મારી પ્રિય તસવીર છે.’