મુંબઈ : પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનાસ અને તેના ભાઈઓની બધે ચર્ચા છે. નિક અને તેના બે મોટા ભાઈઓ, જો જોનાસ અને કેવિન જોનાસ, મ્યુઝિક બેન્ડ જોનાસ બ્રધર્સમાં સાથે કામ કરે છે. આ ત્રણેય ભાઈઓની જિંદગી કેમેરા સામે રહે છે. આવી સ્થિતિમાં એવા સમાચાર છે કે જોનાસ પરિવારમાં જલ્દી જ નાનકડાં મહેમાનની કિલકારીયા ગુંજી ઉઠશે.
જો સમાચારની વાત માનવામાં આવે તો નિક જોનાસનો મોટો ભાઈ અને પ્રિયંકાના જેઠ જો જોનાસ અને તેની પત્ની સોફી ટર્નર માતા-પિતા બનવાના છે. જો હોલીવુડ મનોરંજન ચેનલ ઇ ન્યૂઝનું માનીએ તો, સોફી અને જો તેમના પ્રથમ બાળકના માતાપિતા બનવા માટે તૈયાર છે. જોકે, આ દંપતીએ હજી સુધી કોઈ સમાચારની પુષ્ટિ કરી નથી.
જો સ્રોતોનું માનવું હોય તો, સોફી ટર્નર 4 મહિનાની ગર્ભવતી છે. જો કે તે ખૂબ વહેલું છે, પરંતુ જો અને સોફી આ સમાચારને લઈને ખૂબ ઉત્સાહિત છે. બંનેએ તેમના પરિવારજનોને બાળકના આગમનના સમાચાર આપ્યા છે અને આ સમાચારથી બધા ખુશ છે.