નવી દિલ્હી : શાઓમીએ ભારતમાં તેના રેડમી નોટ 8 (Redmi Note 8) સ્માર્ટફોન માટે ‘એમઆઈ પ્રોટેક્ટીવ ગ્લાસ’ લોન્ચ કર્યો છે. તે શાઓમીની વેબસાઇટ પરથી ખરીદી શકાય છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, કંપનીએ રેડમી નોટ 8 પ્રો માટે સમાન પ્રોટેક્ટીવ ગ્લાસ રજૂ કર્યો હતો. શાઓમીએ માહિતી આપી છે કે, એમઆઈ પ્રોટેક્ટીવ ગ્લાસ કોર્નીંગ ગોરિલા ગ્લાસના ઉત્પાદકોની ભાગીદારીમાં બનાવવામાં આવ્યો છે અને તેની કિંમત 399 રૂપિયા રાખવામાં આવી છે.
જે ગ્રાહકો રેડમી નોટ 8 માટે એમઆઈ પ્રોટેક્ટિવ ગ્લાસ ખરીદવા માંગે છે તે શાઓમીની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. આ સ્ક્રીન પ્રોટેક્ટરમાં ઓલિઓફોબિક કોટિંગના બહુવિધ સ્તરો પ્રદાન કરવામાં આવ્યાં છે. કંપનીનો દાવો છે કે, આ સ્ટાન્ડર્ડ ટેમ્પર્ડ ગ્લાસ કરતા 5X વધુ સુરક્ષા આપશે. તેને 9 એચ સખ્તાઇ પણ રેટ કરવામાં આવી છે અને સંપૂર્ણ સ્પષ્ટતા અને રંગ માટે ઉચ્ચ દૃશ્યતા પ્રદાન કરે છે.