નવી દિલ્હી : ચીનની સ્માર્ટફોન કંપની શાઓમી (Xiaomi)એ 13 ફેબ્રુઆરીએ ચીનમાં એમઆઈ સીરીઝના ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આ સ્માર્ટફોન Mi 10 અને Mi 10 Pro છે. એમઆઈ સીરીઝના ફ્લેગશિપ સ્માર્ટફોન સામાન્ય રીતે ભારતમાં લોન્ચ થતા નથી. પરંતુ આ વખતે પરિસ્થિતિ બદલાઈ શકે છે.
શાઓમી ઇન્ડિયાના વડા અને વૈશ્વિક ઉપપ્રમુખ મનુ કુમાર જૈને એક ટ્વીટ કર્યું છે. આ ટ્વિટથી લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે, એમઆઈ 10 સીરીઝના સ્માર્ટફોન ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે.
મનુ જૈનના આ ટ્વિટમાં, Mi 10, Mi 10 પ્રો જણાવવામાં આવ્યું છે. આ ટ્વીટમાં તેણે લખ્યું પણ છે કે, ‘આ Mi 10 છે તેમાં સ્નેપડ્રેગન 865 પ્રોસેસર, 108 મેગાપિક્સલનો કેમેરો, 5 જી અને ઘણું બધું છે.’