મુંબઈ : સારા અલી ખાન અને કાર્તિક આર્યન સ્ટારર ‘લવ આજ કલ’ની કમાણીમાં બીજા દિવસે ભારે ઘટાડો થયો છે. પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર સારું ઉદઘાટન કર્યા પછી, બીજા દિવસે ફિલ્મની કમાણીમાં 4 કરોડનું નુકસાન જોઇ શકાય છે. ફિલ્મને વિવેચકો અને પ્રેક્ષકો દ્વારા નકારાત્મક સમીક્ષા (નેગેટિવ રિવ્યુઝ) આપવામાં આવ્યા હતા. દેખીતી રીતે નબળી સમીક્ષાઓને લીધે, તેની અસર પહેલા વીકએન્ડમાં જ ફિલ્મ પર જોવા મળી રહી છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મના આંકડા શેર કર્યા છે. ‘લવ આજ કલ’ ફિલ્મે બીજા દિવસે શનિવારે 8.01 કરોડ એકત્રિત કર્યા છે. આ સાથે આ ફિલ્મે બે દિવસમાં 20.41 કરોડની કમાણી કરી લીધી છે. આ પહેલા શુક્રવારે આ ફિલ્મે 12.40 કરોડની કમાણી સાથે ઓપનિંગ કર્યું હતું.
#LoveAajKal dips on Day 2… Shocking part is, the decline has come at metros/multiplexes, which is its target audience… Weak at Tier-2 cities as well as mass circuits… Needs a miracle to salvage the show on Day 3… Fri 12.40 cr, Sat 8.01 cr. Total: ₹ 20.41 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) February 16, 2020