આખું કારખાનું ઉભું કરી દેશી અને વનસ્પતિ ઘી માગો તે સુગંધ પ્રમાણે બનાવીને વેચાતું હતું : કુલ 2,54761 રૂપિયાનો મુદ્દામાલ કરતું SOG વડોદરા ના પાદરા નજીક આવેલા લુણા ગામે થી નકલી ઘી બનાવવા ના મોટાપાયે ચાલતા ગોરખ ધંધા નો પર્દાફાશ થયો છે અને નકલી ઘી જ્યાં તૈયાર થતું હતું તે કારખાનું જિલ્લા એસઓજીએ ઝડપી પાડ્યું હતું જેમાં દેશી અને વનસ્પતિ ઘીની સુગંધ નાંખીને ઘી બનતું હોવાની વાત નો ખુલાસો થયો છે. જેમાં કુલ 2,54761 રૂપિયાનો મુદ્દામાલ એસઓજી પોલીસે કબજે કરીને એફએસએલ અને ફૂડ અને ડ્રગ્સ વિભાગને તપાસ માટે મોકલી આપ્યો છે. આ ઘટના પ્રકાશ માં આવતા સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે. પોલીસને મળેલીબાતમી ના આધારે પાદરાના લુણા ગામમાં આવેલ ડેલા ફળિયામાં નયનાબેન જયંતિભાઈ મહીજી ભી પટેલને ત્યાં પોલીસે ઓચિંતો છાપો માર્યો હતો અને ઘરમાં તપાસ કરતા રૂમમાં એક મહિલા નયનાબેન મળ્યા હતા તેમને સાથે રાખી મકાનના એક રૂમમાં પતરાઓના ડબ્બા મુકેલા હતા જેમાં તપાસ કરતા વેજીટેબલ ઘી જણાયું જે 36 નંગ ડબ્બા હતા. ખાલી ડબ્બા 10 હતા ધાતુના તપેલાંમાં પીળા કલરનું ઘી જેવું પ્રવાહી ભરેલ હતું જે આશરે 40 કિલો હતું. ત્રીજા તપેલામાં સફેદ કલરનું ઘી જેવું પ્રવાહી ભરેલ હતું જે 15 કિલો હતું બાજુના બોક્સમાં શીઈશી ફ્લેવર્સ આરટી ફિશિયલ ફ્લેવર એજન્ટ હતું .
બીજા બોક્સમાં લક્સ એસેન્સ દેશી ઘી ફ્લેવર્સ જે અલગ અલગ બોટલોમાં ભરેલ હતું વજન કાટો જુદીજુદી કંપનીઓના ડબ્બા 67 જેમના બીજા મકાનમાં હતા એ જેમાં હાજર નયના બેનને આ બધા માલના બિલ પુરાવા માગતા તે મળ્યા ન હતા આટલો મોટો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે કોઈ જવાબ આપ્યો ન હતો અને વધુ પૂછપરછ કરતા તેમણે કબૂલાત કરી હતી કે આ ડબ્બાઓમાં ઘીનું એસન્સ નાખી ગાય તથા ભેંસનું દેશી ઘીનો સ્વાદ અને સુગંધ બનાવીને આજુબાજુના વિસ્તારમાં ગ્રાહકોને છૂટક તથા માગ્યા મુજબ બનાવી આપી વેચાણ કરતા હતા. જે સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી . દરમ્યાન ઘરાક સાથે છેતરપિંડી છળકપટ, મુદ્દામાલ ચોરી કરવી શંકાસ્પદ રીતે એસન્સ ભેળવી જેમાં તમામ મુદ્દામાલ 2,54761 કબ્જે કર્યો હતો અને સેમ્પલ લઈને એફએસએલ તથા ફૂડ એન્ડ ડ્રગ્સની લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યો હતો. કાયદેસરની નોટિસ આપી હતી જોકે નયના બેન સામે થી પાદરા પોલીસ સ્ટેશનમાં હાજર થતાં 41 1ડી કરીને હાલ પૂરતા જમીન ઉપર મુક્ત કર્યા હતા, અને એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું બીજી તરફ આ બનાવની જાણ ગામના લોકો તથા સમગ્ર પંથકમાં થતાં લોકોમાં નકલી ઘી ખાધા નો અહેસાસ થતા નફરત ની લાગણી ફેલાઇ ગઇ હતી.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.