મુંબઈ : અભિનેત્રી રકુલ પ્રીતસિંહે માંસ છોડવાનો નિર્ણય કર્યો છે. રકુલના મતે આ તેના જીવનનો સૌથી મોટો નિર્ણય છે. હાલમાં અભિનેત્રી તેની આગામી ફિલ્મ એટેકના શૂટિંગમાં વ્યસ્ત છે. આ પહેલા તે હેમા માલિની અને રાજકુમર રાવ સ્ટારર ફિલ્મ ‘સિમલા મિર્ચ’માં જોવા મળી હતી.
અહેવાલ અનુસાર શુદ્ધ શાકાહારી ખોરાક અપનાવવા વિશે, તેમણે કહ્યું કે, મને શાકભાજી ગમે છે, પરંતુ મારા ખોરાકમાં માંસ હંમેશા હાજર રહેતું, હું ખૂબ જ માંસાહારી હતી. તેણે કહ્યું કે, એક દિવસ મેં અચાનક કડક શાકાહારી બનવાનું નક્કી કર્યું અને હવે હું હળવું અને ઉર્જાથી ભરપુર અનુભવું છું.
સની લિયોનીએ લીધી આ શપથ
અભિનેત્રી સન્ની લિયોને પણ પ્રાણીઓ પર ક્રૂરતા દર્શાવતી લેક્મે ફેશન વીક દરમિયાન પેટાની જાહેરાત રજૂ કરી હતી. તેણે કહ્યું, આપણી પાસે પસંદગી માટે ઘણાં વીગન શૂઝ બેગ અને જેકેટ્સ છે. અને આ બધા પછી પણ, પર્યાવરણને નુકસાન પહોંચાડવાનો અને પ્રાણીની ચામડી પહેરવાનો કોઈ અર્થ નથી.
સનીએ કહ્યું કે, ચામડાની ચીજવસ્તુઓ બનાવવાની ભયંકર વાર્તા જાણ્યા પછી મેં પ્રાણીઓને બચાવવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમણે પોતાના ચાહકોને અપીલ કરી છે કે ચામડાની ચીજોનો ઉપયોગ ન કરો.