નવી દિલ્હી : ન્યુઝીલેન્ડના પૂર્વ ઝડપી બોલર અને હાલના રાષ્ટ્રીય પસંદગીકાર ગેવિન લાર્સનને લાગે છે કે, આઇપીએલ માટે અલગ વિંડો બનાવવાના નિર્ણયથી ન્યૂઝીલેન્ડના ક્રિકેટરોને સુધારવામાં મોટો ભાગ ભજવ્યો છે. લાર્સન અને કોચ ગેરી સ્ટેડ (મુખ્ય પસંદગીકાર)ની બે સભ્યોની પેનલ દેશના ખેલાડીઓના વિકાસની દેખરેખ માટે જવાબદાર છે. ઉપરાંત, ક્રિકેટ બોર્ડે સુનિશ્ચિત કર્યું છે કે, આઈપીએલ યોજનાનો એક ભાગ છે.
90 ના દાયકામાં ન્યૂઝીલેન્ડની વનડે ટીમમાં નિયમિત રમનારા લાર્સને પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આ સ્પષ્ટ છે. અમારા કરારમાં તે સ્પષ્ટ છે કે જો કોઈ ફ્રેન્ચાઇઝીએ ખેલાડીઓની પસંદગી કરી છે તો તેઓને આઇપીએલ વિંડો માટે ઉપલબ્ધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જ્યારે અમારા ખેલાડીઓ આઈપીએલ ફ્રેન્ચાઇઝી દ્વારા પસંદ કરવામાં આવે છે ત્યારે તેઓ તેમની રમતમાં સુધારો કરી શકે છે. અમે ખેલાડીઓની સુધારણા જોઈ રહ્યા છીએ જે ક્રિકેટના વિકાસનો એક મહાન ભાગ છે.
લાર્સને સ્વીકાર્યું કે પ્રોગ્રામ બનાવવો એ એક પડકાર હોઈ શકે છે, પરંતુ તે જ સમયે, તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, કાર્યક્રમ સાથે જોડાયેલા કેટલાક નાના પડકારો છે, જેમ કે ઇંગ્લેંડ પ્રવાસ જે આઈપીએલ સુધી સમાપ્ત થઈ શકે છે. તેથી ખેલાડીઓની ઉપલબ્ધતા સાથે પડકાર આવે છે.