નવી દિલ્હી : ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો (Jio) એ જાન્યુઆરી મહિનામાં 20.9 મેગાબિટ પ્રતિ સેકન્ડ (એમબીપીએસ) ની ડાઉનલોડ સ્પીડ સાથે 4 જી ડાઉનલોડની દ્રષ્ટિએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જોકે, અપલોડ સ્પીડના મામલે વોડાફોન પ્રથમ સ્થાને રહ્યું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) ના ડેટામાં આ વાતની જાણકારી મળી છે.
રિલાયન્સ જિયોની ગતિ નવેમ્બર ઊંચી 27.2 એમબીપીએસના કરતા ઓછી રહેવા છતાં સૌથી વધુ રહી છે. જિયોની ગતિ નજીકના હરીફ ભારતી એરટેલની ડાઉનલોડ ગતિથી લગભગ ત્રણ ગણી વધી ગઈ છે. ટ્રાઇના ડેટા મુજબ, જાન્યુઆરીમાં એરટેલની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 7.9 એમબીપીએસ, વોડાફોનની 7.6 એમબીપીએસ અને આઈડિયાની 6.5 એમબીપીએસ હતી.