મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત હવે બીજા અવતારમાં સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. કંગનાની આગામી ફિલ્મ ‘તેજસ’નો ફર્સ્ટ લૂક બહાર આવ્યો છે. ફિલ્મનો ફર્સ્ટ લુક દેખાતા જ કંગનાના ચાહકોએ તેને વાયરલ કરવાનું શરૂ કરી દીધું છે.
કંગના આ આગામી ફિલ્મમાં પહેલીવાર એરફોર્સના પાઇલટના અવતારમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સર્વેશ મેવાડા કરી રહ્યા છે અને રોની સ્ક્રુવાલા તેનું નિર્માણ કરી રહ્યા છે. પરંતુ ફિલ્મના રિલીઝ અંગેની કોઈ માહિતી હજી જોવા મળી નથી. જુઓ જબરદસ્ત અંદાજ …