મુંબઈ : શાહરૂખ ખાન છેલ્લા એક વર્ષથી ફિલ્મોથી દૂર છે. તે છેલ્લે 2018 માં ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યો હતો. પરંતુ લાગે છે કે શાહરૂખના ચાહકોની આ રાહ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. હા, એક એવી ચર્ચા છે કે શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ રણવીર સિંહ સાથે ‘મિસ્ટર ઈન્ડિયા 2’માં જોવા મળશે.
રિપોર્ટ અનુસાર ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર જલ્દીથી પોતાના નવા પ્રોજેક્ટ સાથે આવી રહ્યા છે. તે 1987 ની ક્લાસિક ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ની રિમેક હશે. આ રિમેકમાં રણવીર સિંહ શાહરૂખ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. એવા અહેવાલ મળ્યા હતા કે, અલી અબ્બાસ ‘મિસ્ટર ઈન્ડિયા’ તાજો સ્પિન ઓફ અને સમકાલીન સેટઅપ આપવાનું વિચારી રહ્યા છે.
મોગામ્બોની ભૂમિકા
એક ચર્ચા એવી છે કે, ફિલ્મના નિર્માતાઓ અનિલ કપૂરની ભૂમિકા માટે રણવીરનો સંપર્ક કરી રહ્યા છે. તે જ સમયે, શાહરૂખ ખાનને મોગામ્બોની ભૂમિકા માટે સંપર્ક કર્યો છે. આ સિવાય, ચર્ચા છે કે આ ફિલ્મ રિમેક કરતા વધુ સ્પિન ઓફ હશે.