નવી દિલ્હી : માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને લોરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ એવોર્ડ 2000-2020 આપવામાં આવ્યો છે. પોતાના દેશમાં વર્લ્ડ કપ 2011 જીત્યા પછી, સચિન તેંડુલકરને તેના સાથી ખેલાડીના ખભા પર ઊંચકી લેવામાં આવ્યો હતો, જેને છેલ્લા 20 વર્ષમાં ‘લૌરિયસ બેસ્ટ સ્પોર્ટ્સ મોમેન્ટ’ તરીકે માનવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ચાહકોના સપોર્ટથી સચિનને વિજેતા બનવા માટે સૌથી વધુ મતો મળ્યા.
"This is a reminder of how powerful sport is and what magic it does to all of our lives."@sachin_rt gives a touching speech at the #Laureus20 awards. Tendulkar, who lifted the 2011 #CWC ? with India, won the Laureus Sporting Moment Award 2000-2020.pic.twitter.com/WOfRakwGdS
— ICC (@ICC) February 18, 2020
પોતાનો છઠ્ઠો અને છેલ્લો વર્લ્ડ કપ રમતા, સચિન તેંડુલકરનું વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન સાકાર થયું જ્યારે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શ્રીલંકાના ઝડપી બોલર નુવાન કુલશેકરાના બોલ પર છગ્ગો ફટકારીને ભારતને વિજેતા બનાવ્યું હતું.
That bat swing – That look during the final flourish ??
Today in 2011, the 28-year old wait came to an end ?? #ThisDayThatYear pic.twitter.com/XFEibKDrdk
— BCCI (@BCCI) April 2, 2019
જ્યારે ધોનીએ 79 બોલમાં 91 રન (8 ચોગ્ગા, બે છગ્ગા) ફટકાર્યા હતા, ત્યારે તેણે ‘બેસ્ટ ફિનિશર’ ની વ્યાખ્યા પર ખરા ઉતરવાની સાથે વિજયી સિક્સર મારીને સૌના દિલ જીતી લીધા હતા.