મુંબઈ : સંજય મિશ્રાની ફિલ્મ ‘કામયાબ’ બોલીવુડના કેરેક્ટર અભિનેતા સાથે જોડાયેલી એક કડવી-મીઠી વાર્તા વિશે છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. તેનું નિર્માણ રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ કંપની શાહરુખ ખાનની માલિકીની છે, તેનો અર્થ એ કે આ ફિલ્મને શાહરુખ પ્રોડ્યુસ કરી રહ્યો છે. ફિલ્મ ‘કામયાબ’ 6 માર્ચ 2020 ના રોજ રીલિઝ થવા માટે તૈયાર છે.
ફિલ્મનો સ્ટારકાસ્ટ શું છે?
આ ફિલ્મમાં સંજય મિશ્રા, દિપક ડોબરિયાલ સાથે સારિકા સિંહ અને ઇશા તલવાર જેવા પ્રતિભાશાળી કલાકારો જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન હાર્દિક મહેતાએ કર્યું છે. તમને જણાવી દઈએ કે હાર્દિકે તેની શોર્ટ ફિલ્મ ‘અમદાવાદમાં ફેમસ’ માટે રાષ્ટ્રીય એવોર્ડ પણ જીત્યો છે. જુઓ ટ્રેલર…