મુંબઈ : તાજેતરમાં રણવીર સિંહને તેની ફિલ્મ ‘ગલી બોય’ માટે બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. આ સમાચારો બાદથી રણવીર સિંહના ચાહકો ખુશ છે, પરંતુ તેની પત્ની દીપિકા પાદુકોણના પગ પણ જમીન પર નથી.
અમે આ નથી કહી રહ્યા, પરંતુ રણવીરસિંહે પત્ની દીપિકા પાદુકોણની એક તસવીર શેર કરીને આ વાત શેર કરી છે. આ તસવીરમાં દીપિકા પાદુકોણ ફિલ્મફેર એવોર્ડની ટ્રોફી સાથે બેડ પર સુતેલી જોવા મળી રહી છે. જેની સાથે રણવીરે ફન કેપ્શન પણ આપ્યું છે. રણવીરે લખ્યું છે કે, ‘When my Little lady met my Black lady.’