મુંબઈ: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવૂડના સૌથી લોકપ્રિય દંપતી છે. બંનેના લગ્નના સમાચારો ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ એવા અહેવાલો આવ્યા હતા કે બંને ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાશે. હવે આલિયા ભટ્ટે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
મીડિયા સાથેની વાતચીતમાં આલિયા ભટ્ટે કહ્યું- ‘મને ખબર નથી કે અત્યારે કઈ અફવા ઉડી રહી છે. મને લાગે છે કે દર 3 અઠવાડિયામાં કોઈને કોઈ નવી તારીખ આવે છે. મને તે ખૂબ મનોરંજક લાગે છે. હું તેમાં મનોરંજન જ જોઉં છું.’
આલિયાના પિતા મહેશ ભટ્ટે પણ બંનેના લગ્નના સમાચારો પર કહ્યું – હા, બંને પ્રેમમાં છે. મને રણબીર ગમે છે તે એક સારો વ્યક્તિ છે. તે લોકો તેમના સંબંધોમાં શું કરે છે તે તે બંનેની મેટર છે. પછી ભલે તે લગ્નની વાત છે. બંને ક્યારે લગ્ન કરશે તેનો નિર્ણય પણ જાતે જ લેશે.