ઇસ્લામાબાદ: પાકિસ્તાનની નજીકના ચીન અને સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને આંચકો આપ્યો છે. બંને દેશોએ ભારત સાથે એક જૂથ થઈને આતંકવાદના મુખ્ય સૂત્રધાર દેશ પાકિસ્તાનને ઘેરી લેધો છે. FATF એ પણ પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા કડક સૂચના આપી હતી.
પાકિસ્તાનની નજીકના બંને દેશોએ પાકિસ્તાનને ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) દ્વારા નિર્ધારિત સમયની અંદર આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. નજીકના દેશોના આ યુ-ટર્નના વલણને કારણે પાકિસ્તાની મીડિયામાં ગભરાટ ફેલાયો છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાન હાલના સમયમાં એફએટીએફની ગ્રે લિસ્ટમાં રહેશે, જ્યારે તુર્કી અને મલેશિયા હજી પણ પાકિસ્તાન સાથે ઉભા છે.