મુંબઈ : આ અઠવાડિયાની શરૂઆત ફિલ્મ ‘કૂલી નંબર 1’ના એક્ટર અને ટીમના ગોવા જવાથી થઇ હતી. તે બધા જ ફિલ્મના શિડ્યુલના શૂટિંગ માટે ગોવા ગયા છે. ગોવામાં હોવાથી વરૂણ ધવન અને સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરતાં થાકતા નથી. તેઓ કામ દરમિયાન ફિલ્મની કાસ્ટ અને ક્રૂ સાથે મળીને ખૂબ મસ્તી પણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં વરુણે હવે પોતાના ‘ડેડી કૂલ’ સાથે એક તસવીર શેર કરી છે.
વરુણ-ડેવિડની મસ્તી
વરુણે તેના પિતા ડેવિડ ધવન સાથે ગોવામાં એટીવી રાઇડ લેતો ફોટો શેર કર્યો છે. આ ફોટામાં પિતા-પુત્રની જોડી ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. વરુણે આ ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ડેડી કૂલ.’ ફોટો જોઈને જ્યાં ચાહકો તેને પસંદ કરી રહ્યા છે ત્યાં વરુણના બોલિવૂડ મિત્રો પણ તેને પસંદ કરી રહ્યા છે.
રણવીર સિંઘ, વિકી કૌશલ, હુમા કુરેશી, મનીષ મલ્હોત્રા, ફરહાન અખ્તર, વરુણ શર્મા, સ્વરા ભાસ્કર, સુશાંત પૂજારી સહિત તાહિરા કશ્યપે ટિપ્પણી કરી છે અને વરુણ અને ડેવિડની પ્રશંસા કરી છે.