નવી દિલ્હી તા.3 : કરોડો ની લોન અને બેન્ક સાથે ઠગાઈ કરી ને નાસી છૂટેલા વિજય માલ્યા એ આજે ભારત ની રાજનીતિ પર આકરો રોષ ઠાલવ્યો હતો.છેલ્લા ઘણા સમય થી અનેક રાજકીય પાર્ટી દ્વારા વિજય માલ્યા ને ચૂંટણી માટે નો મેન એજન્ડા બનાવી દેવામાં આવ્યો છે.તમને જણાવી દઈ કે કોંગ્રેસ દ્વારા ચૂંટણી ની તારીખ જાહેર થયા ના બાદ થી જ ભાજપ પર કાળાનાણાં ને લઇ આરોપ મુકવામાં આવતા રહ્યાં છે કે વિજય હજુ સુધી દેશ પરત કેમ નથી ફર્યો અને ફરશે તો ક્યારે !
જયારે ભાજપ દ્વારા થોડા સમય પેહલા ભાજપ દ્વારા દેશ ના પૂર્વ વડાપ્રધાન પર આરોપ મુકવામાં આવ્યો હતો કે માલ્યા ને લોન મેળવવા માટે મનમોહન સિંઘ દ્વારા પૂરતી મદદ કરવામાં આવી હતી.જયારે આ બધા થી છેવટે લાગે છે કે માલ્યા ની સબર નો બાંધ તૂટી ગયો છે.તેમને આજે સવારે કરેલા એક ટ્વિટ માં જણાવ્યું હતું કે ” ભાજપ અને કોંગ્રેસ ની જંગ માં મને ફૂટબોલ બનાવી દેવામાં આવ્યો છે “ સાથે તેમને અન્ય આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ” સીબીઆઈ દ્વારા લગાવામાં આવેલા તમામ આરોપ ખોટા અને પાયાવિહોણા છે અને શું પોલીસ વ્યાપાર અને અર્થતંત્ર વિષે કાંઈ જાણે છે ? “