નવી દિલ્હી તા.3 : નોટબંધી ને લઇ આજે નાણામંત્રી અરુણ જેટલી પાર્લામેન્ટ સમક્ષ બિલ રજુ કરવાના છે,સમગ્ર શિયાળા સત્ર દરમિયાન વિપક્ષ ના હંગામા ના લીધે કોઈ પણ પ્રકાર નું કાર્ય શક્ય નહોતું બન્યું જયારે આજે રજુ થનાર બિલ ને લઇ હજુ પણ ભાજપ સરકાર એ જ વિપદા માં છે કે બિલ રજુ કરવાના સમયે તેમને વિપક્ષ ના પ્રહારો નો સામનો ન કરવો પડે અને કાર્ય શાંતિ થી પાર પડે.
આજે મોદી સરકાર દ્વારા પાર્લામેન્ટ માં બેન્ક નોટ ને લઇ તેમની સરકાર ની જવાબદારી સમાપ્તિ નું બિલ રજુ થનાર છે.જે નાણામંત્રી અરુણ જેટલી દ્વારા પાર્લામેન્ટ સમક્ષ રજુ કરવામાં આવશે કોઈ પણ વટહુકમ ને ભારતીય સંવિધાન પ્રમાણે 42 માં દિવસ માં બિલ ના રૂપે બદલી નાખવામાં આવે છે.જેને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળે છે જો કે નોટબંધી ના વટહુકમ ને 42 દિવસ પૂર્ણ થવા ના આડે છે ત્યારે આજે રજુ થનાર બિલ પર સહુ કોઈ ની નજર છે.નોટબંધી ના વટહુકમ ને 30 ડિસેમ્બર ના દિવસે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
આ બિલ ના રજુ થયા પછી સરકાર અને આરબીઆઇ બંને ની જવાબદારી નો પણ અંત આવશે.બિલ રજુ થવાના સમયે પીએમ મોદી દ્વારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ્સ ની હાજર રહેવા માટે વિનંતી કરી હતી.ઉલ્લેખનીય છે કે નોટબંધી ની બબાલ ના કારણે સમગ્ર શિયાળા સત્ર દરમિયાન કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી ને અંજામ આપી શકાયો નહોતો જયારે આજે રજુ થનાર બિલ પર સરકાર ને બીક છે કે તેમને વિપક્ષ દ્વારા સવાલો નો મારો સહન કરવાનો વારો ન આવે.