અમદાવાદ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેમનો ઉત્સાહ નિવેદનોથી સ્પષ્ટ દેખાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક રેલીમાં દાવો કર્યો છે કે જ્યારે તે અમદાવાદ જશે ત્યારે આશરે એક કરોડ લોકો તેમનું સ્વાગત કરવા તૈયાર હશે. અગાઉ, યુએસ રાષ્ટ્રપતિએ 50 લાખ અને 70 લાખ સ્વાગત કરનારાનો દાવો કર્યો હતો.
યુએસના રાષ્ટ્રપતિએ આ દાવો અમેરિકાના કોલોરાડોમાં જાહેર સભાને સંબોધન કરતી વખતે કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘… મેં સાંભળ્યું છે કે 10 મિલિયન (1 કરોડ) લોકો સ્ટેડિયમ સુધળીના રુટ પર સ્વાગત માટે ઉભા રહેશે … આ સંખ્યા અંદાજે 6 થી 10 મિલિયન જેટલી હોઈ શકે છે’.
“I’m going to india next week and we’re talking trade,” Trump says at campaign rally in Colorado. “I hear they’re going to have 10 million people—anywhere from 6 to 10 million people” lining streets on the route to stadium. pic.twitter.com/DBjh7OIbUm
— Jennifer Jacobs (@JenniferJJacobs) February 21, 2020
ટ્રમ્પે કહ્યું કે, આવી ભીડ હશે કે જાણે હું બીટલ્સની જેમ લોકપ્રિય થઈ ગયો છું. આટલી ભીડથી સ્ટેડિયમ પણ ફૂલ થઇ જશે અને લોકોને બહાર ઉભા રહેવું પડશે.