નવી દિલ્હી : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ વેલિંગ્ટનના બેસિન રિઝર્વેઝ ગ્રાઉન્ડ ખાતે રમાઇ રહી છે. ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા ઉતર્યું હતું અને પહેલી ઇનિંગમાં 165 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. તેના જવાબમાં ન્યુઝીલેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ 216 રન બનાવ્યા છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં કોલિન ડી ગ્રાન્ડહોમ (4 રન) અને બી.જે. વોટલિંગ (14 રન) ક્રીઝ પર હતા. પ્રથમ ઇનિંગના આધારે, કિવિ ટીમે ટીમ ઈન્ડિયા સામે અત્યાર સુધીમાં 51 રનની લીડ બનાવી લીધી છે.
ભારતીય ઇનિંગ્સ સમેટાયા પછી ન્યુઝીલેન્ડે તેની ઇનિંગની શરૂઆત કરી હતી, પરંતુ ઝડપી બોલર ઇશાંત શર્માએ જલ્દીથી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. બપોરના ભોજન બાદ, તેણે ટોમ લાથમ (11) ને વિકેટ પાછળ કેચ આપીને ન્યુઝીલેન્ડને પ્રથમ ઝટકો આપ્યો હતો.
Ishant Sharma draws the first blood. Latham gets caught behind.
Live – https://t.co/tW3NpQr6Sl #NZvIND pic.twitter.com/fiQxNGyq8x
— BCCI (@BCCI) February 22, 2020