અમદાવાદ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાત લીધી. સોમવારે સવારે 11 :40 વાગ્યાની આસપાસ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમગ્ર દેશ દ્વારા તેમનું દિલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટેરા સ્ટેડિયમ ખાતે ભારતીયોને સંબોધન કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે બોલિવૂડ મૂવીઝની પણ ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. તેણે શાહરૂખ ખાન-કાજોલની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (DDLJ)નો ઉલ્લેખ કર્યો.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ભારતીય સિનેમાનું કદ ખૂબ મોટું છે. અહીં દર વર્ષે લગભગ બે હજાર ફિલ્મ્સ બનાવવામાં આવે છે. અહીંની ફિલ્મોમાં ભાંગરા અને સંગીત ઉત્તમ હોય છે. તેમણે શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને શોલેના વખાણ કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારતે વિશ્વમાં સચિન, વિરાટ કોહલી જેવા મોટા ખેલાડીઓ આપ્યા.