હોળીકા દહનની પહેલાં હોળાષ્ટક શરૂ થઈ જશે. મંગળવાર 3 માર્ચે અષ્ટમી તિથિ રહેશે. હોળીકા દહનના 8 દિવસ પહેલાં હોળાષ્ટકની શરૂઆત થાય છે. ધાર્મિક માન્યતા પ્રમાણે સૂર્ય ઉદયની સાથે જ તિથિની શરૂઆત થાય છે, એટલા માટે 3 માર્ચની પહેલાં હોળાષ્ટક શરૂ થશે, જે 9 માર્ચે હોળીકા દહનની સાથે સમાપ્ત થઈ જશે. આખા સપ્તાહ દરમિયાન હોળાષ્ટક દોષ રહેશે, જેનાથી બધા શુભ કામ કરવા વર્જિત રહેશે. આ વર્ષે હોળાષ્ટક 8 દિવસને બદલે 7 દિવસ રહેશે. જ્યોતિષની દ્રષ્ટિએ હોળાષ્ટકને દોષ માનવામાં આવે છે, જેમાં લગ્ન, ગૃહ પ્રવેશ, નિર્માણ કાર્ય વગેરે શુભ કામ થઈ શકશે નહીં. કોઈપણ કામ જો શુભ મુહૂર્તમાં કરવામાં આવે તો તેનાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. અશુભ મુહૂર્તમાં કરવામાં આવેલાં કાર્યોને લીધે કષ્ટ અને નુકસાન થવાની શંકા રહે છે. 10 માર્ચે હોળી ઉત્સવ અને 13 માર્ચે રંગપંચમી ઉજવવામાં આવશે.