Crop Damage Aid: ખેડૂતના પાકને નુકસાન થાય ત્યારે કઈ રીતે મળે છે સરકાર તરફથી સહાય?

Arati Parmar
3 Min Read

Crop Damage Aid: જ્યારે પાકને થાય 33%થી વધુ નુકસાન, ત્યારે મળે સહાય

Crop Damage Aid: ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ખેડૂતોને વારંવાર કમોસમી વરસાદ, પૂર, તોફાન કે દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓના કારણે પાકનુ નુકસાન સહન કરવું પડે છે. આવા સમયે, સરકાર તરફથી કંઈ રીતે સહાય આપવામાં આવે છે અને ક્યાં ખેડૂતો પાત્ર હોય છે – તે વિશે કૃષિ અધિકારી એસ.એસ. પટેલે ઉપયોગી માહિતી આપી છે.

કઈ સ્થિતિમાં મળે છે સહાય?

જ્યારે કોઈ ખેડૂતના ખેતરમાં 33% કે તેથી વધુ પાકનો નાશ થાય છે, ત્યારે તેને ‘કુદરતી આપત્તિ’ તરીકે ગણવામાં આવે છે અને ખેડૂતને રાજ્ય સરકારની SDRF (State Disaster Response Fund) યોજનાના અંતર્ગત નાણાકીય સહાય મળે છે.

કોણ કરે છે સર્વે?

ગ્રામસેવક, તાલુકા સ્તરે કૃષિ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને ખેતરમાં જઈ ખાતરી સર્વે કરે છે. ખેડૂતના ખેતરની સ્થિતિનું મૂલ્યાંકન કરીને રાજ્ય સરકારને અહેવાલ મોકલવામાં આવે છે. રાજ્ય સરકાર આ આધાર પર સહાય મંજૂર કરે છે.

Crop Damage Aid

કેવા નુકસાનને ગણાય પાત્ર?

ઉભેલા પાકને તોફાનથી ધરાશાયી થવું

ખેતરમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવું

પૂરથી પાક તણાઈ જવો

ઝાડ-વેલ કે અન્ય ખેતી સંપૂર્ણ નાશ પામવી

ઉદાહરણ તરીકે, મહેસાણામાં માર્ચ 2024ના કમોસમી વરસાદ બાદ સરકાર દ્વારા ખેડૂતોને સહાય ફાળવવામાં આવી હતી.

ખેડૂતો શું પગલાં લે?

ખેડૂતોએ નુકસાન થયા બાદ તરતજ તેમના ગામના ગ્રામસેવક, તલાટી કે કૃષિ અધિકારીને માહિતી આપવી. સાથે સાથે ઈ-ગ્રામ સેન્ટર કે iKhedut પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) પર ઓનલાઈન અરજી કરવાની ભલામણ પણ આપવામાં આવે છે.

Crop Damage Aid

અન્ય યોજનાઓમાંથી કેવી રીતે મળે મદદ?

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નીચેની યોજનાઓ પણ પાક નુકસાન પછી ખેડૂતને ટેકો આપે છે:

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના

કૃષિ રાહત પેકેજ

ખેતીવાડી સાધનો માટે સબસિડી

આ યોજનાઓથી ખેડૂત માત્ર નુકસાનથી બહાર જ ન આવે પણ તેની ખેતી ફરીથી ફરી શરૂ કરી શકે એ માટે નાણાકીય સહારો પણ મળે છે.

દરેક ખેડૂત સુધી માહિતી પહોંચે તે જરૂરી

હાલે ખેડૂતોને ટેક્નોલોજીનો લાભ લઈને સરકારની સહાય યોજના અંગે સમયસર જાણકારી લેવી ખૂબ જરૂરી છે. સ્થાનિક કૃષિ વિભાગ, તાલુકા સેવા સદન, અને iKhedut પોર્ટલ એ માહિતી માટે શ્રેષ્ઠ સ્ત્રોતો છે.

સરકાર તરફથી મળતી સહાય કુદરતી આપત્તિમાં પડેલા ખેડૂતો માટે આશાજનક સાબિત થાય છે. જરૂરી છે કે દરેક ખેડૂત પાસે યોગ્ય માહિતી હોય અને સમયસર અરજી કરીને સહાય મેળવી શકે.

Share This Article