મુંબઈ : બિગ બોસની પૂર્વ સ્પર્ધક અને બોલિવૂડ એક્ટ્રેસ સના ખાન આજકાલ તેના બ્રેકઅપને લઈને ચર્ચામાં છે. તેણી હાલમાં જ તેના બોયફ્રેન્ડ મેલ્વિન લુઇસથી છૂટી પડી છે. અભિનેત્રીએ તેના ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, તે બ્રેકઅપ પછી ડિપ્રેશનમાં પણ ગઈ હતી. આ બંનેનો સોશિયલ મીડિયા પર ઉગ્ર વિવાદ થયો હતો, પરંતુ લાગે છે કે આ દુ:ખે તેને અંદરથી તોડી નાખી છે. કારણ કે, તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહે છે કે તેણી કેટલી ઉદાસ છે.
સોશિયલ મીડિયા પર પ્રકાશિત આ નવીનતમ વીડિયો હવે જોરદાર વાયરલ થઈ રહ્યો છે કારણ કે સના ખાન તેમાં રડતી જોવા મળી રહી છે. આ વિડીયો ખરેખર આઘાતજનક છે કારણ કે સના તેના એક વેબ શોના ટ્રેલર લોન્ચિંગમાં પોતાને હેન્ડલ કરી શકી નહીં અને સ્ટેજ પર જ રડવા લાગી. જુઓ આ વિડીયો…