મુંબઈ : શાહરૂખ ખાને છેલ્લા એક વર્ષથી કોઈ પણ ફિલ્મમાં અભિનય કર્યો નથી. હવે તેની પત્ની ગૌરીએ પણ તેની બીજી કરિયર માટે મજાક ઉડાવી છે. હાલમાં જ મુંબઈમાં એક કાર્યક્રમમાં ગૌરીએ કહ્યું હતું કે, શાહરૂખની ડિઝાઇનિંગ સેન્સ જબરદસ્ત છે.
જો તે હમણાં કોઈ ફિલ્મ નથી કરી રહ્યો, તો હું બીજા વિકલ્પ તરીકે ડિઝાઇનિંગ પસંદ કરવા માટે તેની સાથે વાત કરીશ. ”જ્યાં ગૌરી બોલી ત્યારે શાહરૂખ ચૂપ રહે તેમ નહોતો. તેણે જવાબ આપ્યો અને કહ્યું, ‘એવું માત્ર એ માટે કહેવામાં આવી રહ્યું છે કે, મારી અગાઉની કેટલીક ફિલ્મો ચાલી નથી’.