શું તમે ક્યારે પણ જાણવાની કોશિશ કરી છે કે, જ્યોતિર્લિંગ અને શિવલિંગમાં શું ફરક છે?
ઘણા લોકો એવું માને છે કે જ્યોતિર્લિંગ અને શિવલિંગ એક સમાન જ છે. શિવપુરાણની એક કથાની અનુસાર સૃષ્ટિના કર્તા બ્રહ્મ અને જગત પાલક વિષ્ણુ ના વચમાં વિવાદ થયો હતો કે એ બંને માંથી શ્રેષ્ઠ કોણ છે? ત્યારે એ બંને જણા નો બ્રહ્મ સમાપ્ત કરવા માટે શિવ એક મહાન સ્તંભ ના રૂપમાં પ્રકટ થયા અને ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા ને કહ્યું કે જો તમારા બે માથી જે પણ આ સ્તંભ નો છેડો સોધી કાઢસે તે શ્રેષ્ઠ ગણાશે. ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વિપ્રીત દિશામાં ગયા પણ બંને જણા ને છેડો ન મડ્યો.મૂળભૂત રીતે “લિંગ” ભગવાન શિવની એક છબી છે. તેમના ભક્તો ખાતર, શિવે પોતાને જ્યોતિર્લિંગ તરીકે પ્રગટ કર્યા. જ્યોતિર્લિંગનો અર્થ સામાન્ય રીતે પ્રકાશનો આધારસ્તંભ હોય છે અને તેમાં તે પરમ ભગવાનનો આત્મા હોય છે.જ્યોતિર્લિંગ સદેહ સ્વયંભૂ પોતે હોય છે જ્યારે શિવલિંગ મનુષ્ય દ્વારા સ્થાપિત કરવામાં આવે છે.