મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અગાઉ કાર્તિક આર્યન સાથેની ફિલ્મ ‘લવ આજ કલ’માં જોવા મળી હતી. ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મમાં કાર્તિક-સારાની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. અત્યારે સારા ફિલ્મ કુલી નંબર 1 ના શૂટિંગમાં વ્યસ્ત છે. કુલી નંબર 1 માં વરુણ ધવન સારા સાથે જોવા મળશે.
સારાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીરો શેર કરીને આ વિશે માહિતી આપી હતી. સારા અલી ખાનને તેની છેલ્લી ત્રણ ફિલ્મ્સથી સારી ઓળખ મળી છે. સારા ચાહકોને પ્રભાવિત કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ સક્રિય છે. સારા અલી ખાને ફરી એકવાર તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.