નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રવિવારે ક્રિસ્ટચર્ચ ટેસ્ટના બીજા દિવસે ન્યુઝીલેન્ડના બેટ્સમેન નીલ વેગનરનો શાનદાર કેચ પકડ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ હવામાં કૂદીને એક હાથથી આ કેચ પકડ્યા બાદ તે પોતે ચોંકી ગયો હતો અને દરેકને આશ્ચર્યચકિત કર્યા હતા.
આ કેચથી માત્ર ચાહકો જ નહીં જાડેજા પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. જાડેજાએ બ્રેક દરમિયાન કહ્યું હતું કે તેમને અપેક્ષા નહોતી કે બોલ તેની તરફ એટલી ઝડપથી આવશે. જાડેજાએ ડીપ મિડવીકેટ પર હવામાં કૂદકો લગાવ્યો અને વેગનર (21) નો કેચ પકડ્યો, જેણે તેની અને કાઈલ જેમ્સન (49) વચ્ચે નવમી વિકેટની 51 રનની ભાગીદારી પૂરી કરી હતી.
This catch from India's Ravi Jadeja is indescribable. Have a feeling it'll make tonight's #SCTop10. (cc: @SportsCenter) #NZvIND pic.twitter.com/I62klS69jX
— Ben Baby (@Ben_Baby) March 1, 2020