Tulsi Manjari Tips: તુલસીના છોડમાં મંજરી આવી જાય તો તરત જ કરો આ કામ, લક્ષ્મી માતા કરશે કૃપા

Roshani Thakkar
2 Min Read

Tulsi Manjari Tips: તુલસીના ફૂલો સાથે લક્ષ્મી માતાનો આશીર્વાદ 

Tulsi Manjari Tips: તુલસીના છોડમાં ઘણી વખત ફૂલ આવે છે. સામાન્ય રીતે, છોડ જુનો થતા તુલસીમાં ફૂલો ફૂટવા લાગે છે. તમે ધન પ્રાપ્તિ કરવા માંગો છો તો ફૂલો સાથે કરેલા ઉપાયો નિશ્ચિત ફળદાયક સાબિત થાય છે.

Tulsi Manjari Tips: તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી સવારે અને સાંજે તુલસીની પૂજા કરવી જરૂરિયાત હોય છે. આથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને ધન-સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. તુલસીનો છોડ અચાનક હરો-ભરો થઈ જવો ભવિષ્યમાં શુભ ઘટનાઓનું સૂચન કરે છે.

માન્યતા છે કે તુલસી પર મંજરી (ફૂલ) આવતા તે તુલસી દુઃખી હોવાનો સંકેત છે. પરંતુ હકીકતમાં, તુલસીમાં મંજરી આવવું મોટા સુખ અને સમૃદ્ધિનો પ્રતીક પણ હોય છે. એ માટે કેટલાક સરળ ઉપાયો કરવાથી આ લાભ પ્રાપ્ત થાય છે.

Tulsi Manjari Tips

તુલસીની મંજરીના ઉપાય

  • નકારાત્મક ઊર્જા દૂર કરવા માટે ઉપાય:
    જો ઘરમાં નકારાત્મક ઊર્જા વર્તાય તો ગંગાજળમાં તુલસીની મંજરી ભેળવીને અઠવાડિયામાં બે વખત ઘરમાં છાંટવું જોઈએ. આવું કરવાથી ઘરની નેગેટિવ એનર્જી દૂર થાય છે અને સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે.
  • ધનપ્રાપ્તિ માટે ઉપાય:
    જો તમે ધનસંપત્તિ વધારવા માંગતા હો તો શુક્રવારે માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ. પૂજાના સમયે લક્ષ્મીજીના ચરણોમાં તુલસીની મંજૂરી અર્પણ કરવી અને પછી આ મંજરીને લાલ કાપડમાં બાંધીને તિજોરીમાં સંભાળવી. આવું કરવાથી તમારા ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહેશે અને પૈસાની કમી નહીં થાય.
  • મનોકામના પૂર્ણતા માટે ઉપાય
    જો તમારી કોઈ મનોકામના હોય, તો તેને પૂર્ણ કરવા માટે માતા લક્ષ્મી પાસે પ્રાર્થના કરો. આ માટે દર શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરો અને પૂજામાં લક્ષ્મીજીને તુલસીની મંજરી અર્પિત કરો. પછી પોતાની મનોકામના જણાવતા તેને પૂર્ણ કરવા માટે વિનંતી કરો. આવું કરવાથી તરત જ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થવા લાગી જાય છે.

Tulsi Manjari Tips

Share This Article