મેદસ્વી હોવું એ એક મહિલા માટે શ્રાપ સમાન છે. લંડનની જેન એટકિન્સનો મંગેતર તેની મેદસ્વિતાને લીધે છોડીને જતો રહ્યો હતો. 5 વર્ષ પછી જેન વજન ઓછું કરી ‘મિસ ગ્રેટ બ્રિટન’ બની તેના મંગેતરને લપડાક મારી છે. જેને 5 વર્ષમાં 57 કિલો વજન ઓછું કરી પોતાની જાતની ફિટ બનાવી છે. જેન અત્યારે પરિણીત છે. લગ્ન બાદ આવી કોઈ સ્પર્ધામાં ભાગ લેવાનું તેણે સ્વપ્ને પણ વિચાર્યું ન હતું. મિસ ગ્રેટ બ્રિટનમાં પરિણીત મહિલાઓને પણ સામેલ કરાતા જેને સ્પર્ધામાં ભાગ લીધો અને તે વિજેતા પણ બની. જેનના જણાવ્યા અનુસાર જીવનના આ મુકામે પહોંચીને આટલી મોટી સિદ્ધિ હાંસલ કરવાની ખુશી અપાર છે.
જેનના વજનને કારણે તેના મંગેતરે તરછોડી દેતા જેનને ઘેરો આઘાત લાગયો હતો. જેન તેના એક્સ બોયફ્રેન્ડને મળી ત્યારે તેનું વજન 88 કિલોનું હતું ત્યારબાદ 114 કિલોનું થયું હતું. બંનેનાં લગ્ન થવાના હતા પરંતુ જેનનાં વધારે વજનને લીધે તેના મંગેતરે લગન માટે ના પાડી હતી. ત્યારબાદ જેન ઘણા દિવસો સુધી રડી હતી. જેને નિર્ણય લીધો કે તે જિમ જોઈન કરીને પોતાનું વજન ઓછું કરશે. હવે જેન બ્રિટનની સૌથી સુંદર યુવતી બની છે. જેનના જણાવ્યા અનુસાર, મિસ ગ્રેટ બ્રિટન બની જેન શોકમાં છે. તે પોતાની ખુશી વ્યક્ત નથી કરી શકતી. જેનને અત્યારે પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે તે બ્રિટનની સૌથી સુંદર યુવતી છે. જે લોકો જેનને અગાઉથી ઓળખે છે તે લોકોને વિશ્વાસ જ નહીં થાય કે જેન મિસ ગ્રેટ બ્રિટન બની છે. જેન મોડલિંગ સાથે સિંગિંગ પણ કરે છે. વર્ષ 2018માં તેનું ફર્સ્ટ સોન્ગ રિલીઝ થયું હતું. આ વર્ષે પણ જેન 1 સોન્ગ રિલીઝ કરવાની તૈયારીમાં છે. અત્યારે જેન અઠવાડિયાંમાં 5 વખત જિમ જાય છે.