મુંબઈ : દૂરદર્શનની ઐતિહાસિક સીરિયલ ‘રામાયણ’ના પાત્ર આ શનિવારે (7 માર્ચ) ‘ધ કપિલ શર્મા શો’ના સેટ પર જોવા મળશે. નાના પડદે ટીઆરપીનો રેકોર્ડ બનાવનાર આ સિરિયલના પાત્રો સાથે કપિલ શર્મા ખૂબ જ મસ્તી કરશે, અને આ કલાકારો એકદમ અલગ શૈલીમાં જોવા મળશે. કપિલે આ શોના આ ખાસ એપિસોડનો પ્રોમો વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
પ્રોમો વીડિયોમાં કપિલ શર્મા રામાયણના આ કલાકારોને રમૂજી સવાલો પૂછતો જોવા મળી રહ્યો છે. કપિલ રામાયણના ‘રામ-લક્ષ્મણ અને સીતા’ વિષે જણાવે છે કે, જ્યારે આ લોકો બહાર જતા હતા, ત્યારે લોકો તેમની પણ આરતી શરૂ કરી દેતા હતા. કપિલ શર્મા અરુણ ગોવિલને પૂછે છે કે તે સમયે સર તમારા મગજમાં આવતું હતું કે, ‘અપુન ઈચ ભગવાન હૈ.’ જુઓ સવાલ – જવાબ સાથેની કોમેડીનો આ વડીયો…