મુંબઈ : પ્રભાસ સ્ટારર ફિલ્મો બાહુબલી: દ બિગિનિંગ (2015) અને બાહુબલી 2: ધ કન્ક્લુઝન (2017) ભારતીય સિનેમા માટે ગેમ ચેન્જર્સ રહી છે. સાંસ્કૃતિક અને ભાષાના અવરોધોને બાકાત રાખીને, બંને ફિલ્મોએ ભારતીય બોક્સ ઓફિસ સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સારો દેખાવ કર્યો છે. પ્રભાસે એક્શન-થ્રિલર સાહો (2019) સાથે તેની સફળતા ચાલુ રાખી છે.
હવે, નવા રિપોર્ટ પ્રમાણે, તેની આગામી બે ફિલ્મોના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ તેની અગાઉની ફિલ્મો કરતા વધારે હોઈ શકે છે. તેની આગામી ફિલ્મ્સમાંથી એક ફિલ્મની પ્રોડક્શન ટીમના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ઉત્તર ભારતમાં ડિસ્ટ્રિબ્યુટરોએ તેમની અગાઉની ફિલ્મોની સફળતાને ધ્યાનમાં રાખીને નિર્માતાઓને “મોટી રકમ”ની ઓફર કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, “પ્રભાસ એક ખૂબ જ પસંદ કરેલા સુપરસ્ટાર છે અને તે માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ ઉત્તર ભારતમાં પણ તેના ખૂબ જ ચાહક છે. તેની ફિલ્મો, બાહુબલી અને સાહો બોક્સ ઓફિસ પર હિટ રહી છે અને બંને ફિલ્મોના હિન્દી અધિકારને અનુક્રમે 50 કરોડ અને 70 કરોડના મોટા પાયે વેચવામાં આવ્યા હતા.તેમના હાલના પ્રોજેક્ટને લગતી માહિતી હજી પણ ગુપ્ત રાખવામાં આવી છે. જોકે, તેની રજૂઆત પહેલાં જ, માર્કેટમાં ઘણા ડિસ્ટ્રિબ્યુટરોએ તેમની અગાઉની બે ફિલ્મ્સ કરતા વધારે રકમ માટે ફિલ્મના હકો ખરીદવામાં ભારે રસ લીધો હતો. “