નવી દિલ્હી : દુનિયાના શ્રેષ્ઠ ફિલ્ડર્સમાંના એક જોન્ટી રોડ્સ હાલમાં તેના પરિવાર સાથે ભારતમાં રજાઓ માણી રહ્યો છે. તેણે ઋષિકેશમાં ગંગા સ્નાન કર્યુ. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બોલર હરભજન સિંહનું માનવું છે કે, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સે ભારતને તેના કરતા વધારે જોયું છે. હરભજને જોન્ટીને આગલી વખતે તેને પણ સાથે લઇ જવા કહ્યું.
50 વર્ષીય જોન્ટી સોશિયલ મીડિયા પર પવિત્ર ગંગામાં ડૂબકી લેતી વખતની એક તસવીર પોસ્ટ કરી છે.
જોન્ટીએ આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે, “પવિત્ર ગંગાના ઠંડા પાણીમાં ડૂબકી લગાવવાના શારીરિક અને આધ્યાત્મિક બંને ફાયદાઓ છે.”
You have seen more india thn me my friend.. good to see you enjoying and having dip in holy Ganga ? next time take me along https://t.co/TgTlGgnTSe
— Harbhajan Turbanator (@harbhajan_singh) March 4, 2020
હરભજને તેની પોસ્ટનો જવાબ આપતા લખ્યું, ‘મારા મિત્ર, તમે મારા કરતા વધારે ભારત જોયું છે. તમને ગંગામાં ડૂબકી લેતા જોઈને આનંદ થયો. આગલી વખતે મને સાથે લઈ જજો.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં જોન્ટી અને હરભજને મુંબઈ ઈન્ડિયન્સ માટે સાથે કામ કર્યું છે. જોન્ટી મુંબઇ ઇન્ડિયન્સનો કોચ રહી ચૂક્યો છે અને હરભજન મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમ્યો છે.