નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા ભારતીય ક્રિકેટર મિતાલી રાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે સાડી પહેરીને ક્રિકેટ રમતી જોવા મળી રહી છે. મિતાલીએ આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો છે. આ વીડિયો દ્વારા તે એક વિશેષ સંદેશ આપી રહી છે.
37 વર્ષીય મિતાલી રાજે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘દરેક સાડી તમારા કરતા વધારે કહે છે. તે તમને ક્યારેય ફિટ રહેવાનું કહેતી નથી. ચાલો આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર એક કિંમતી વસ્તુની શરૂઆત કરીએ અને પોતાની શરતો પર જીવવાનું શરૂ કરીએ.