( Aziz Vhora )
નોઈડા તા.7 : એડડ ક્લિક કરી ને મહિને લાખો કમાવો ની જાહેરાત થી લગભગ આજે સહુ કોઈ વાકેફ છે દેશ નો મોટાભાગ નો યુવા વર્ગ રોજગારી માટે જંખી રહ્યો છે.પૈસા કમાવા માટે ની તક આજે કોઈ ચૂકવા નથી માંગતું પરંતુ કેટલાક અસામાજિક અને માસ્ટરમાઈન્ડ લોકો તેનો જ ફાયદો ઉઠાવી ને તમારી સ્થિતિ વધુ કફોડી બનાવી દે છે,તમને કહેવામાં આવે છે કે માત્ર અમુક રૂપિયા રજીસ્ટ્રેશન ના આપો અને ઘરે બેઠા લાખો કમાઓ જયારે ઓછી મેહનત અને લાખો ની કમાવા ની વાત આવે છે ત્યારે આ લાલચ માં આવી ને લોકો કોઈ ની સલાહ વગર જ એકાઉન્ટ માં પૈસા નાખી ને આ કૌભાંડ નો શિકાર બની જાય છે.
જો તમે આ જાહેરાત અને કૌભાંડ નો શિકાર થયા છો તો તમારા પૈસા અને આરોપી બંને અત્યરે પોલીસ ની પકડ માં છે.થોડા સમય પેહલા રહી રહી ને જાગેલી દિલ્લી પોલીસે એક આરોપી નો કબ્જો મેળવ્યો છે જેમાં તેને 7 લાખ થી વધુ લોકો ને આ રીતે ઠગી ને 3700 કરોડ રૂપિયા ખંખેરી લીધા ની કબૂલાત કરી છે. આ આરોપી નુ નામ અનુભવ મિત્તલ છે.જેમાં તેણે ઇડી ના અધિકારીઓ સામે આ ઘટસ્ફોટ ખુલાસો કર્યો છે.
હાલ અનુભવ પોલીસ ની કસ્ટડી માં છે અને તેને હજુ કેટલા રૂપિયા ની ઠગાઈ કરી છે અને તે પૈસા ક્યાં ગયા તેની તપાસ ઇડી ના અધિકારી કરી રહ્યા છે.જેમાં આજે કોર્ટ સમક્ષ તેને હાજર કરવામાં આવશે.આ આરોપી ની તપાસ માં બહાર આવ્યું હતું કે તે થોડા સમય માટે એક કંપની ચાલુ કરતો અને જયારે તેના ગ્રાહકો ને જાણ થાય કે તે લોકો ઠગાઈ ગયા છે તેના પેહલા તેને બંધ કરી ને બીજી કંપની ખોલી નાખતો અને આ સિલસિલો યથાવત રાખતો તેમ કરતા કરતા અત્યાર સુધી માં 7 લાખ લોકો તેનો ભોગ બની ચુક્યા છે.
- 3700 કરોડ નો કોઈ પત્તો નથી જડતો.
- ઇડી ના અધિકારી હાલ તપાસ કરી રહ્યા છે કે 26 વર્ષ ના અનુભવે આટલા રૂપિયા ને ક્યાં ઠેકાણે પાડ્યા છે.જેમાં અત્યાર સુધી માં ઇડી ના અધિકારી અનુબવ ની કંપની ની બેલેન્સ સીટ ની તપાસ કરી રહ્યા છે.અને પેહલા પણ ઇડી ના અધિકારીઓએ રાજ્ય ના કેટલાક ભાગો માં રેડ કરી ને અનુભવ ના વિવિધ ઠેકાણે થી ઘણા દસ્તાવેજ મેળવ્યા છે.અત્યાર સુધી માં ઇડી ના અધિકારી એ અનુભવ ની સંપત્તિ નો ખૌલસો કર્યો છે જેમાં કરોડો ની મિલકત સામે આવી છે.
હાલ ઇડી ના અધિકારી અનુભવ ની તમામ સંપત્તિ ને સીલ કરવાની કવાયત હાથ ધરી રહી છે અને તે તમામ બેન્ક એકાઉન્ટ ની પણ જાણકારી મેળવી રહી છે જેના દ્વારા આ ગોરખધંધા ને ચલાવામાં આવી રહયો હતો.અધિકારી દ્વારા 2 બેન્ક એકાઉન્ટ સીલ કરવામાં આવ્યા છે જેમાં 520 કરોડ ની જંગી રાશિ જમા હતી.
- કેવી રીતે થઇ રહ્યું હતું આ કૌભાંડ.
- અત્યાર સુધી માં તમામ અધિકાર ના આંગળા મોઢા માં છે કે 26 વર્ષ ના કિશોરે આટલા લોકો ને છેતર્યા કેવી રીતે,પ્રથમ તપાસ બહાર આવ્યું હતું કે આ ઠગ ની કંપની લોકો ને એડ પર ક્લિક કરવાની જણાવતી હતી અને તે માત્ર 30 સેકન્ડ સુધી ખુલતી હતી જેના કારણે તેની યોગ્ય માહિતી ગ્રાહક સુધી જતી નોહતી સાથે જ આ કંપની ની વેબસાઈટ પર કેટલીક સરકારી સંસ્થાઓ ના નામ પણ બતાડવામાં આવતા હતા જેના કારણે કોઈ ને શક નોહ્તો જતો.
- શું છે સમગ્ર મામલો ?
- 1 ફેબ્રુવારી ના દિવસે યુપી ઇટીએફ ના અધિકારીઓ દ્વારા એમ્બલસે ઇન્ફો સોલ્યુસન ના ડાઈરેક્ટર અનુભવ મિત્તલ સહીત 3 લોકો ની ધરપકડ કરી હતી.તે સમયે આ કૌભાંડ નો સમગ્ર મામલો લોકો ની સામે આવ્યો હતો.જેમાં બહાર આવ્યું હતું કે લગભગ 7 લાખ લોકો ને 3700 કરોડ નો ચૂનો લગાડવામાં આવ્યો છે જેમાં તપાસ અજેન્સી ના પણ હોશ ઉડી ચુક્યા હતા.
- પ્રાથમિક તપાસ માં આરોપી એ જણાવ્યું હતું કે તેના કૌભાંડ ના તાર મસ્કત,નાઈજીરિયા અને વિદેશ ના કેટલાક દેશો સુધી ફેલાવયેલા હતા અને જે રીતે તે કૌભાંડ દેશ માં આચરતો તે જ રીતે વિદેશ માં પણ જાહેરાત દ્વારા આ કામ ને પાર પડતો હતો.અને લોકો જલ્દી કરોડ પતિ બનવાના ચક્કર માં અનુભવ ની જાળ માં સહેલાઇ થી ફસાઈ જતા હતા.