India China Russia alliance: ભારત-ચીન-રશિયા સંગઠનથી NATO ને ખતરો કેમ લાગે છે?

Satya Day
2 Min Read

India China Russia alliance ભારત-ચીન-રશિયાનું ત્રિપક્ષીય સંગઠન: વિશ્વવ્યવસ્થામાં બદલી લાવવાનું જોખમ?

India China Russia alliance ભારત, ચીન અને રશિયાના ત્રિપક્ષીય સંવાદ (RIC) સંગઠનને ફરી સક્રિય બનાવવા માટે ચાલી રહેલા પ્રયાસોએ વૈશ્વિક સ્તરે ચર્ચા ઉભી કરી છે. આ સંગઠનનું પુનર્જીવિત થવું માત્ર ત્રણ દેશો માટે જ નહીં, પણ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ બની શકે છે. ખાસ કરીને અમેરિકાની આગેવાનીવાળા નાટો દેશો માટે આ એક ચિંતાનો વિષય બની રહ્યો છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને RIC સંવાદને ફરીથી જીવંત કરવા માટે પહેલ કરી છે અને ચીન પણ આ સૂચનને ખુલ્લો ટેકો આપી ચૂક્યું છે. ચીનનું માનવું છે કે આ સંગઠન ત્રિપક્ષીય હિતોને આગળ વધારવા સાથે વિશ્વમાં શાંતિ અને સ્થિરતા સ્થપાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. ચીન અને રશિયા હવે ભારત તરફ જોઈ રહ્યાં છે કે તે આ સંગઠનમાં પોતાનું રોલ વધુ સ્પષ્ટ કરે.

pm modi 11.jpg

રશિયાના નાયબ વિદેશ મંત્રીએ જણાવ્યુ હતું કે મોસ્કો નવી દિલ્હી અને બેઇજિંગ સાથે RIC મોડેલને ફરી સક્રિય કરવાના મુદ્દે સતત વાતચીત કરી રહ્યું છે. BRICSના ત્રણ મહત્વના સભ્ય તરીકે પણ RICનું પાત્રતા અને શક્તિમાં ખાસ સ્થાન છે. ચીને પણ જાહેરમાં જણાવ્યું છે કે તે આ ત્રિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા તૈયાર છે. ભારતે તો જણાવ્યું છે કે આ નિર્ણય તેવાં સમયે લેવાશે જે સર્વપક્ષોને અનુકૂળ હોય.

pm modi 1.jpg

આ ત્રિપક્ષીય સંવાદ પશ્ચિમ માટે એક પડકાર બની શકે છે. રશિયાનું માનવું છે કે RIC યુરેશિયામાં એક પારો સુરક્ષા માળખું બની શકે છે જે નાટોની એકાધિપત્યતા સામે વિકલ્પ આપી શકે છે. અમેરિકાને સૌથી વધુ ભય છે કે ભારત જો ચીન અને રશિયા સાથે હાથ મિલાવે, તો એશિયા-પેસિફિક ક્ષેત્રમાં શક્તિ સંતુલન બદલાઈ શકે છે.

અમેરિકાએ ભારતને પોતાની પાસે રાખવા માટે TRF જેવા આતંકી જૂથને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની તાકીદ પણ કરી છે. વિશ્વ વ્યવસ્થામાં જો ભારત-ચીન-રશિયાની ત્રિપક્ષીય મંડળી મજબૂત બને, તો અનેક દેશો અમેરિકા-નાટોની છાંયામાંથી બહાર આવી શકે છે.

 

Share This Article