Digital Arrest Scam: 1000 કિમી દૂરથી ડિજિટલ ઠગ પકડાયો

Arati Parmar
2 Min Read

Digital Arrest Scam: મથુરાથી ઝડપાયો સાઈબર ઠગ – 7 લાખની ઠગાઈનો ભાંડો ફૂટ્યો

Digital Arrest Scam: સુરત સાઈબર ક્રાઈમ પોલીસને મળેલી ફરિયાદના આધારે યુપીના મથુરા શહેરમાં બેઠેલા સાઈબર ગુનેગારને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ પોતાને મુંબઈ પોલીસનો અધિકારી બતાવી એક નાગરિકને ડિજિટલ અરેસ્ટમાં લેઇને 7 લાખ રૂપિયા હડપ્યા હતા.

શું હતી ઠગાઈની રીત?

3 સપ્ટેમ્બર 2024ના રોજ 1930 હેલ્પલાઈન પર ફરિયાદ મળી હતી કે કોઇએ વીડિયો કોલ દ્વારા ફરિયાદીને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. આરોપીએ કહ્યું કે ફરિયાદીનું નામ “નરેશ ગોયલ કેસ”માં જોડાયું છે અને તેની સામે મની લોન્ડરિંગનો આરોપ છે. ત્યારબાદ ડિજિટલ અરેસ્ટના બહાને તેમના બેંક ખાતાની વિગતો મેળવી રૂ. 7 લાખ પડાવી લીધા.

Digital Arrest Scam

ટેકનિકલ એનાલિસિસથી મળ્યો પકડ

સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની લોકેશન ટ્રેસ કરી અને ટેકનિકલ એનાલિસિસના આધારે ઉત્તર પ્રદેશના મથુરામાં જઈને સંતોષસિંહ હાકીમસિંહ નામના મુખ્ય આરોપીને પકડી લીધો. તેની પાસે ફરિયાદીના રૂ. 4 લાખ મળ્યા. બે અન્ય સાગરીત પુષ્પેન્દ્ર ગોલા અને નૈમીશ ચૌધરીને કમિશન રૂપે રકમ આપવામાં આવી હતી.

Digital Arrest Scam

ગુનામાં વપરાયેલા સાધનો જપ્ત

પોલીસે આરોપીઓના બેંક ખાતા, મોબાઇલ, સિમ કાર્ડ્સ અને અન્ય ડિજિટલ સાધનો જપ્ત કર્યા છે. ગુનામાં વપરાયેલ રકમ પાછી મેળવવાની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે.

સુરત સાઈબર ક્રાઈમના ACP શ્વેતા ડેનિયલે જણાવ્યું કે,

કોઈ અધિકારી Skype અથવા Call દ્વારા Digital Arrest નથી કરતો.

કોઈ પણ પોલીસ અધિકારી આપને ઓનલાઈન દંડ ભરવા કહે તો તે ઠગ છે.

તમારી વ્યક્તિગત કે બેંક માહિતી ક્યારેય શેર ન કરો.

ભયમાં આવી પગલું ન ભરો, તરત પોલીસ સંપર્ક કરો.

Share This Article