નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા હોળીના દિવસે ધર્મશાળા પહોંચી રહી છે જ્યાં તે ગુરુવારે (12 માર્ચ ) દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ મેચ રમવાની છે. આ પહેલા ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તમામ ચાહકો અને દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી છે.
હોળી પર ટીમ ઇન્ડિયાનો મોટાભાગનો સમય મુસાફરીમાં ગયો છે. ટીમ સવારે 12 વાગ્યે હિમાચલ પ્રદેશના કાંગડા એરપોર્ટ પર પહોંચી પછી ધર્મશાળા તરફ રવાના થઈ હતી. આ પછી, ટીમ બાકીના દિવસ માટે આરામ કરશે અને તેમને બીજા સવારથી બપોર સુધી મેદાન પર પ્રેક્ટિસ કરવાની છે.
Wishing everyone a joyful and a safe Holi. May the festivities bring a lot of colors to your life. ? #HappyHoli
— Virat Kohli (@imVkohli) March 10, 2020
આ દરમિયાન વિરાટ કોહલીએ હોળી પર પોતાનો સંદેશ ટ્વિટર પર શેર કર્યો છે. વિરાટે પોતાના સંદેશમાં કહ્યું, “દરેકને ખુશહાલી અને સલામત હોળીની શુભકામના. આ તહેવાર તમારા જીવનમાં ઘણા રંગ લાવે.”