શું અમેરિકા અને ઈરાન વચ્ચે જામશે મંત્રણા? રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને સ્પષ્ટ કર્યું ઈરાનનું વલણ

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

અમેરિકા-ઈરાન તણાવ: ઈરાનના રાષ્ટ્રપતિએ આપ્યો વાતચીતનો સંકેત, અમેરિકાના વલણ પર સસ્પેન્સ યથાવત

ઈરાને સંકેત આપ્યા છે કે અમેરિકા સાથે તેની વાટાઘાટો થઈ શકે છે. આ સંભવિત મંત્રણા પહેલા ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને પોતાના દેશનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. અમેરિકા સાથે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ પેજેશ્કિયને જણાવ્યું છે કે, તેમણે દેશના વિદેશ મંત્રીને અમેરિકા સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતચીત કરવા માટે નિર્દેશ આપ્યો છે. તેહરાન તરફથી આ પ્રથમ સ્પષ્ટ સંકેત છે કે તેઓ વાતચીત કરવા ઈચ્છે છે.

આંતરિક સ્થિતિ અને પેજેશ્કિયનનું નિવેદન

નોંધનીય છે કે ગયા મહિને ઈરાનમાં થયેલા વિરોધ પ્રદર્શનોને ખામેનેઈ સરકારે કડક હાથે ડામી દીધા હતા, જેમાં હજારો લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને અંગ્રેજી અને ફારસીમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય “આ પ્રદેશમાં મિત્ર દેશોની સરકારો દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિના વાતચીતના પ્રસ્તાવ પર પ્રતિક્રિયા આપવાની વિનંતીઓ બાદ લેવામાં આવ્યો છે.”

- Advertisement -

iran.jpg

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “મેં મારા વિદેશ મંત્રીને નિર્દેશ આપ્યો છે કે, જો યોગ્ય વાતાવરણ અસ્તિત્વમાં હોય – જે ધમકીઓ અને અયોગ્ય અપેક્ષાઓથી મુક્ત હોય – તો ગરિમા, વિવેક અને યોગ્યતાના સિદ્ધાંતો પર નિષ્પક્ષ અને ન્યાયસંગત વાતચીત કરે.”

- Advertisement -

સુપ્રીમ લીડર ખામેનેઈનું સમર્થન

રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયનનો વિદેશ મંત્રીને આપેલો આ નિર્દેશ એ વાતનો પણ સંકેત છે કે રાષ્ટ્રપતિને ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈ તરફથી વાતચીત માટે લીલી ઝંડી મળી ગઈ છે. અગાઉ ખામેનેઈએ અમેરિકા સાથેની કોઈપણ વાતચીતને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. હવે જોવાનું એ રહેશે કે શું ઈરાન અને અમેરિકા કોઈ નક્કર સમજૂતી પર પહોંચી શકશે કે કેમ.

અમેરિકાના વલણ પર અનિશ્ચિતતા

બીજી તરફ, અમેરિકાનું વલણ હજુ સ્પષ્ટ થયું નથી. ઉલ્લેખનીય છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત વર્ષે જૂનમાં ઈઝરાયેલ દ્વારા ઈરાન વિરુદ્ધ શરૂ કરાયેલા 12 દિવસના યુદ્ધ દરમિયાન ઈરાનના 3 પરમાણુ મથકો પર બોમ્બમારો કરવાનો આદેશ આપ્યો હતો. હાલમાં, અમેરિકાએ હજુ સુધી સત્તાવાર રીતે સ્વીકાર્યું નથી કે આ વાતચીત થશે કે નહીં.

- Advertisement -
Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.