વોશિંગટન : યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) અને રશિયા સંમત થયા છે કે તેઓ એક સાથે આંતરરાષ્ટ્રીય સમુદાયને મનાવી લેશે કે ‘ઇસ્લામિક અમીરાત અફઘાનિસ્તાનને પુન: સ્થાપિત કરવા માટે કોઈપણ પ્રયાસ ન કરે’. તમને જણાવી દઈએ કે પોતાને સત્તા પરથી દૂર કરતા પહેલા તાલિબાન તેમની સરકારને ‘ઇસ્લામિક અમીરાત અફઘાનિસ્તાન’ તરીકે સંબોધન કરતા હતા.
એક ન્યુઝ પેપર રિપોર્ટ અનુસાર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુએસ અને રશિયા આંતરરાષ્ટ્રીય અફઘાન સંવાદ અને રાજકીય પ્રક્રિયા દ્વારા નિર્ધારિત અફઘાન ઇસ્લામી શાસન પ્રત્યે તાલિબાનની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરે છે. પરંતુ તેઓ પુનરાવર્તિત કરવા માગે છે કે ‘ઇસ્લામિક અમીરાત અફઘાનિસ્તાન’ ને આંતરરાષ્ટ્રીય સમુદાય અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા પ્રાપ્ત નથી. આંતરરાષ્ટ્રીય સમુદાય તેને સ્વીકારવા અથવા પુન સ્થાપિત કરવા માટેના કોઈપણ પ્રયત્નોનું સમર્થન કરશે નહીં.
તાલિબાને શનિવારે કહ્યું હતું કે, તેઓ હજી પણ અફઘાનિસ્તાનના ‘કાયદેસર શાસકો’ છે અને 2001 માં યુએસ સૈન્ય દ્વારા હાંકી કાઢ્યા પહેલા ‘ઇસ્લામિક સરકાર’ પુન સ્થાપિત કરવી તે તેમની ફરજ છે. તેમણે કહ્યું કે, અમેરિકા સાથે દોહામાં પહોંચેલા શાંતિ કરારથી પરિસ્થિતિને કોઈ ફરક પડ્યો નથી કે તેમના સર્વોચ્ચ નેતા મુલ્લા હૈબતુલ્લાહ અફઘાનિસ્તાનના કાયદેસર શાસક છે. જો કે તાલિબાને તેમના નિવેદનમાં ‘ઇસ્લામિક અમીરાત અફઘાનિસ્તાન’ શબ્દ ટાળ્યો હતો.