નવી દિલ્હી તા.7 : આજે પીએમ મોદીએ સંસદ માં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.તેમને નોટબંધી ને લઇ વિપક્ષ ના તમામ પક્ષ ને પણ આડે હાથ લીધા હતા.ખાસ કરી ને તેમને આ પ્રહાર કોંગ્રેસ ના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી ના નેતા ભાગવત મંત ને લઇ કર્યા હતા.તેમને રાહુલ ગાંધી ના નિવેદન નો જવાબ આપતા જણાવ્યું હતું કે ” રાહુલ જે ભૂકંપ ની વાત કરી રહ્યા હતા તે આજે આવી ગયો છે” સાથે તેમને આમ આદમી પાર્ટી ના નેતા ભગવત મંત ને લઇ જણાવ્યું હતું કે ‘હું અવારનવાર દેશ ની જનતા ને કહું છુ કે ” ઘી પીવો ” પરંતુ જો ભાગવત મંત ને આવું કહીશ તો બીજું કશું જ પીવા માટે માંગશે” એક રેલી દરમિયાન ભગવત માટે એ મોદી ની આકરા શબ્દો માં ટિપ્પણી કરી હતી જેના વળતા પ્રહાર માં મોદી એ આજે તેનો જવાબ આપ્યો હતો.
તેમને મલ્લિકાર્જુન ખારગે ને પણ આડે હાથ લીધા હતા મલ્લિકાર્જુન એ થોડા સમય પેહલા એક નિવદેન આપ્યું હતું જેમાં તેમને પીએમ ને ઉદ્દેશી કહ્યું હતું કે ઇન્દિરા ગાંધી એ દેશ માટે તેમના પ્રાણ ત્યજી દીધા ગાંધીજી એ પણ તેમના પ્રાણ ની પરવાહ ના કરી પરંતુ મોદી ના પરિવાર તરફ થી એક કૂતરું પણ નથી આવ્યું.
જયારે તેમના વળતા પ્રહાર માં મોદી એ જણાવ્યું હતું કે ” દેશ નું લોકતંત્ર એક પરિવાર ને જ સમર્પિત કરવામાં આવ્યું છે અને તમે લોકો અન્ય ના બલિદાન ની અવગણ ના કરો છો.તેમને વધુ માં જણાવ્યું હતું કે દેશ ના ઘણા લોકો એ તેની રક્ષા માટે પોતાના પ્રાણ નું બલિદાન આપી દીધું છે અને તેમને આજે કોંગ્રેસ યાદ પણ નથી કરી રહ્યું અને તે ચાલવી લેવામાં નહિ આવે મેં કોઈ પણ ભગત સિંઘકે ચંદ્રશેખર વિષે સાંભળ્યું નથી કે જેમને દેશ ની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા “
તેમને અન્ય આક્ષેપ માં જણાવ્યું હતું કે દેશ ની આપાતકાલીન સ્થિતિ માટે કોંગ્રેસ જવાબદાર હતી અને દેશ ના તમામ લોકો એ જોયું છે કે 1975 થી 1977 ની વચ્ચે દેશ નું અર્થતંત્ર કેટલું ખતરા માં હતું.